લગ્ન સંસ્કાર
હિન્દૂ ધર્મ માં સોળ સંસ્કાર એમાં નો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર,,, બે વિજાતીય દેહ નું જોડાણ જ નહીં પણ બે મન નું જોડાણ,, બે વિચારધારા ભેગી થાય એમાંથી પ્રેમ પ્રગટ થાય,આત્મીયતા વધે,, અંદર ના આંતરિક સૌંદર્ય ને જોઈ સુખ નો અનુભવ થાય, એજ લગ્ન છે,, લગ્ન એ સંસ્કાર છે ફેશન કે દેખાડો કરવાનો પ્રસંગ નથી,,,
પીઠી
મિત્રો અત્યાર ની જેમ પહેલા બ્યુટી પાર્લર ન હતા,,ત્યારે વર-કન્યા ને પીઠી લગાવવા માં આવતી,
પીઠી એટલે હળડળ,મધ,દૂધ જેવી વસ્તુઓ જે કુદરતી રીતે સૌંદર્ય આપનાર છે,,અત્યારે તો બ્યુટીપાર્લર આવી ગયા હોવાથી પીઠી ને માત્ર એક ફોરમાલિટી બનાવી દેવાઈ છે,,, ઘણા કહેતા હોય છે ખાલી શુકન કરી દયો ચાલશે,,,
મીંઢોળ
લગ્ન સમયે વર-કન્યા ના હાથ માં મીંઢોળ બાંધવામાં આવે છે, હાથ ની મુખ્ય નાડી ઉપર મીંઢોળ બાંધવા થી રોમ છિદ્ર માં રહેલા ઝેરી પદાર્થો દૂર થાય છે,અને વર કન્યા ને લગ્ન સમયે શરીર માં કોઈ વિકાર નથી આવતા,કેમકે લગ્ન એ એક પવિત્ર સંસ્કાર છે,બીજી એક માન્યતા અનુસાર વર-કન્યા થાક ને લીધે ઘણી વાર મૂર્છિત થઈ જાય તો મીંઢોળ ઘસી તેનું જળ વર-કન્યા ને પીવળાવવા થી તે ભાન માં આવી જાય છે,, મીંઢોળ ઔષધી નું કામ કરે છે,,,
માણેક સ્થંભ
મંડપ રોપવા સમયે માણેક સ્થંભ નીપૂજા થાય છે,, માણેક સ્થંભ એ બ્રહ્માજી નું સ્વરૂપ છે માણેક સ્થંભ ની પૂજા કરી ને બ્રહ્માજી ની એવી પ્રાર્થના કરવામાં આવે છે કે ચારેય દિશા એ થી અમારી કાયમ માટે રક્ષા કરજો,,,
વરઘોડો
અત્યારે લગ્ન માં વરઘોડો એ ફેશન બની ગયો છે,,ખરા અર્થ માં વરઘોડો એટલે વરે પોતાના મન રૂપી ઘોડા ને વશ માં કરવાનો છે,,ઇન્દ્રિયો ને લગામ રાખવાની છે,,,લગ્ન ના દિવસે કામ,ક્રોધ,લોભ,મોહ,અભિમાન,રૂપી ઘોડા ને કાબુ માં રાખવા,, એનું નામ વરઘોડો
સામૈયું,પોખણું
વર જ્યારે માંડવે આવે ત્યારે કુંવારી કન્યા દ્વારા તેનું સામૈયું કરવામાં આવે સામૈયું એટલે સ્વાગત,,કેમકે વર એ કોઈ સામાન્ય પુરુષ નહી પણ વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ કહેવાય છે..
(પોખણું)
વર જ્યારે માંડવે આવે ત્યારે કન્યા ના માતા વર ને પોખે છે,,પોખણા માં મુશળ, રવૈયો,શરી, અને તરાક હોય છે જે લાકડા ના બનેલા હોય છે,,,રવૈયો- માખણ કાઢવા માટે જેમ રવૈયા થી મંથન કરવુ પડે તેમ જીવન ને પ્રેમમય બનાવવા માટે મન ના તરંગો નું મંથન કરી પ્રેમ નું દોહન કરવું તે તૈયો સૂચવે છે...મુશળ- અતિ વાસના ને મુશળ રૂપી મર્યાદાથી ખાંડી ને પ્રેમ પ્રગટ કરવો તે મુશળ સૂચવે છે..ધુશરી- સંસાર રૂપી રથ ના પતિ-પત્ની બંને ચાલક છે આ રથ ને શીલ અને મર્યાદા ના રસ્તા ઉપર એક બીજા ના સહકાર થી ચલાવવો એવું શરી સુચવે છે...તરાક- લગ્ન જીવન રેંટિયા જેવું છે, પતિ-પત્ની રેંટિયા ના ચક્ર છે, જે પ્રેમ રૂપી દોરી થી તરાક સાથે બંધાયેલા રહે અને ધર્મ માં રમતા એટલે ફરતા રહે એટલે એમાંથી સ્નેહ રૂપી સુતર નીકળે આવું તરાક સૂચવે છે,,