બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા છાપવામાં આવતી નોટ્સમાં એક બાજુ તો મોહનદાસ ગાંધીની તસવીર હોય છે પણ બીજી બાજુ દેશમાં આવેલા અદભૂત પર્યટન સ્થળ છપાયેલા હોય છે. હાલમાં માર્કેટમાં જે નોટ્સ છે તેમાં જે પર્યટન સ્થળોના ફોટોઝ છે એ તમામ જગ્યાઓ UNESCOના વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ છે. સૌથી લેટેસ્ટ ડિઝાઇન્સમાં ભારતના કયા પ્રવાસન સ્થળો શોભે છે? ચાલો જાણીએ...........
10 રૂપિયા ની નોટ
કોણાર્કનું સુર્યમંદિર
13 મી ભારતમાં આવેલા માત્ર ત્રણ પૈકી એક એવા આ સૂર્યમંદિરની તસવીર 310 ની નોટ પર મુકવામાં આવી છે. ઓડિશામાં લુબનેશ્વર નજીક આવેલા આ મંદિર પ્રાચીન સ્થાપત્યકળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. સદીમાં બનેલા કોણાર્કના સૂર્યમંદિરમાં સૂર્યના રથના ચાલક એવા 7 ઘોડાઓ 7 સપ્તાહના દિવસ સૂચવે છે, 12 જોડી પૈડાઓ 12 મહિના સૂચવે છે અને કુલ 24 પૈડાઓ દિવસના 24 કલાકનું સૂચન કરે છે. 1984માં UNESCO દ્વારા કોણાર્ક સુર્યમંદિરને વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવ્યું હતું.
20 રૂપિયા – ઇલોરાની ગુફ઼ાઓ, ઓરંગાબાદ
લીલા રંગની આ નોટ પર ઇસવીસન પૂર્વે 600 થી 1000 વર્ષ પહેલા બનેલી ઇલોરાની ગુકાનો ફોટો છે. આ સ્થળ એક જ સ્થાને 100 કરતાં વધારે ગુફાઓ ધરાવે છે જ્યાં હિન્દુ, બૌદ્ધ તેમજ જૈન ધર્મનાં ધાર્મિક ઉપદેશો કોતરવામાં આવ્યા હોય તેવા પુરાવાઓ મળી આવ્યા છે.
50 ની નોટ પર
પથ્થરના રથમંદિરો, હમ્પી
આ જગ્યા 1986 માં UNESCO દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવેલી. કર્ણાટકમાં આવેલા હમ્પીમાં 14 થી 16 મી સદીમાં વિજયનગર શાસનના સમયગાળા દરમિયાન પથ્થર પર અદ્ભૂત કોતરણી કરીને રથમંદિરો બનાવવામાં આવ્યા હતા. અહીં વિઠલ મંદિર પરિસરમાં ભગવાન વિષ્ણુના વાહન એવા ગરુડને સમર્પિત મંદિર આવેલા છે.
100 રૂપિયા - રાણીકી વાવ, પાટણ
ભારતમાં જેટલા વીર અને સક્ષમ રાજાઓ હતા તેવી જ ગૌરવવંતી તેમની રાણીઓ પણ હતી. પાટણની રાણીકી વાવ એ સોલંકીવંશના મહારાણી ઉદયમતી દ્વારા તેમના પતિ ભીમદેવની યાદમાં બનાવવામાં આવી હતી. અહીં ગૌરી/ પાર્વતીની ખૂબસુરત મૂર્તિઓ ઉપરાંત 700 કરતાં વધુ પૌરાણિક દ્રશ્યો કે ચિત્રોની કોતરણી કરવામાં આવી છે.
200 રૂપિયા સાંચી સ્તૂપ, મધ્ય પ્રદેશ
ભારતમાં 200 3ની ચલણી નોટ ઓગસ્ટ 2017થી અસ્તિત્વમાં આવી. તેના પર એક બૌદ્ધ સ્મારક સાંચી સ્તૂપનો ફોટો મુકવામાં આવ્યો છે. ઈસવીસન પૂર્વે 2જી સદીમાં સમ્રાટ અશોક દ્વારા સાંચી સ્તૂપનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું જે બૌદ્ધ ધર્મનું એક મહત્વનું ધાર્મિક સ્થળ હતું. આ સ્થળ પણ અદભૂત કોતરણી ધરાવે છે જેમાં અવનવી ભાત ધરાવતા તોરણો તેની વિશેષતા છે.
દેશમાં દરેક સ્વતંત્રતા પર્વ પર જે જગ્યાએ ધ્વજવંદન કરવામાં આવે છે તે સ્થળ 500 રુની નોટ પર શોભે છે. 17 મી સદીમાં મુઘલો દ્વારા આ કિલ્લાની રચના કરવામાં આવી હતી.













































































































